પથ્થર એક એવો જાદુઈ મળે,
અડવાથી જ એને જીવન ફળે.
ઇચ્છાઓના આ નગરમાં એક,
ઈચ્છા એવી એક મારી જો ફળે.
પૂજામાં જો પ્રાર્થના ઉમેરી તો,
પથ્થર પણ ચમત્કાર તો કરે.
શ્રદ્ધા જ્યારે બસ એકદમ ડગે,
મૂર્તિ ગમે તેવી પથ્થર ભાશે.
જીવનની દરેક પરિસ્થિતિ જો,
ઊલટી પડે ત્યારે પથ્થર પણ
પ્રાણ બસ પૂરી શકે.
"પ્રાપ્તિ"
27/12/22.