" આવજો તો ખરા "
( ગઝલ )
એકલો છું ઘરે આવજો તો ખરા.
લાગણી હું ધરે આવજો તો ખરા.
ખાસ સામૈયુ હું તો કરે આપનું;
પ્રેમ હું પાથરે આવજે તો ખરા.
યાદ આવી જશે ખાસ બચપણ ભલા;
ગામના પાધરે આવજો તો ખરા.
રાહ જોતો ખડો ક્યારની આપની;
ના હું પાછો ફરે આવજો તો ખરા.
પ્રેમ Bન્દાસ પાકો થયો છે જુઓ;
કે હું તો ના ડરે આવજો તો ખરા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪