તારા આવવાથી,
મારી આ હસ્ત રેખાઓ, ભૂસાવા લાગી દહાડે દહાડે
તારા આવવાથી,
મારો આ હસતો ચહેરો,બની ગયો કરમાવેલા ફૂલ સમો.
તારા આવવાથી,
મુજ જીવનનો પ્રાણ, થંભવા લાગ્યો.
તારા આવવાથી,
મારા હૃદયનો ધબકારા, દિનેદિને ઘટવા લાગ્યો.
તારા આવવાથી,
જીવનની દરેક આશા, હવે ટૂંકી થવા લાગી.
તારા આવવાથી,
આગળ જતા પગલા, પાછળ જવા વાગ્યા.
તારા આવવાથી,
મુજ જીવનની સ્થિર નૈયા, હાલકડોલક થવા લાગી.
તારા આવવાથી,
મારું આ પ્રકાશમય જીવન, બની ગયું તિમિરમય.
તારા આવવાથી,
મારું આ સાર્થક જીવન, વ્યર્થ બનવા લાગ્યું. - કુલદીપ વણકર