" જિંદગી છે "
( ગઝલ )
કે તમે રોજ હસતા રહો જિંદગી છે.
દિલ હૃદયમાં વસતા રહો જિંદગી છે.
પ્રેમ કરશું અમે ચાંદ ચાતક સમો કે;
ક્યાંય ના સ્હેજ ખસતા રહો જિંદગી છે.
પ્રેમની વાતમાં જીદ છે બહુ તમારી;
હા ગમે રોજ ડસતા રહો જિંદગી છે.
કે સુવાસિત બને છે સ્પર્શ આપનાથી;
બસ તમે હાથ ઘસતા રહો જિંદગી છે.
મોત પણ જાય છે દૂર આજે હવે તો;
રોજ Bન્દાસ કસતા રહો જિંદગી છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
બંધારણ : ગા લ ગા × ૦૪ + ગા