અંત તરફનું પ્રયાણ છે, જીવ્યાનું અભિમાન છે.
ખામીઓ સુધારીને અમે ખુબીઓ અપનાવી છે.
નિષ્ફળતાને પચાવી ને, સફળતાઓ વધાવી છે,
જીંદગીને અમે સાવ કોતરણી કરીને કંડારી છે.
શરૂઆત વખાણી એમ અંત સાથે પણ યારી છે.
જિંદગીને અમે તો બસ આમજ જુવો માણી છે.
સપનાઓને શણગારીને ઈચ્છાઓને વધાવી છે.
ક્ષણોને ઉજવીને અમે જિંદગીને પણ માણી છે.
પગલાંઓ ઉપડ્યા હવે અંત તરફ તો જૂવોને,
દુનિયાએ આંખો મારા પર આમ જ માંડી છે.
કહેશું અલવિદા હવે દોસ્તોને કે તમે જ તો આ,
બાજી જિંદગીની તો તમે આવીને જીતાડી છે.
દુનિયાદારી નિભાવી છે ફકત અંત તરફની આતો,
બાકી આ સફર માં તો ક્યાં કોઈ અંતની કહાની છે.
"પ્રાપ્તિ"
16/12/22