Gujarati Quote in Poem by Nirmit Thakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકલો ઉભો હોઉ,ને તોય લાગે કે હોઉ મેળામાં,
એવું લાગ્યા કરે છે રોજ મને તારા સથવારામાં,

આમ તો અત્તર લગાવવાની આદત નથી જરાય મને,
તોય મહેકી ઉઠે છે શ્વાસ મારા તારા પડછાયામાં,

મારા ખોવાયાની ફરિયાદ દાખલ થાય તો ચેતી જજે,
પકડાશે આંખો તારી,ડુબી જાઉં છું હું કાયમ,જ્યાં પલકારામાં,

તું આવે,બોલાવે,ને રેલાવે સ્મિત જ્યાં જરી નજર ફેરવું,
એવું બધું રોજનું છે મારે,સપનું હોય કે ભણકારામાં,

જાણી દશા મારી,કહે છે લોક કે જાવ તબીબો પાસે,
એમને શું ખબર? શું મઝા છે આ રોગના વરતારામાં.

- નિર્મિત ઠક્કર (૧૫/૧૨/૨૦૨૨)

Gujarati Poem by Nirmit Thakkar : 111849721
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now