" મજા આવે "
( ગઝલ )
ખબર જો પડતી હોય એ વાતની.
મજા આવે રોજે મુલાકાતની.
નશો કરતાં જીવી જતાં સૌ બધા;
ઘણાં જીવે છે જિંદગી રાતની.
શરમ નડતી ના કોઈને આજ પણ;
કરે ના માણસ તો ફિકર જાતની.
બધા દોડીને આવતા હોય છે;
અસર છે એવી ખાસ સોગાતની.
સરળ થઈને જીવી ગયા જો અમે;
કરે વાતો Bન્દાસ ઓકાતની.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ/બંધારણ : લ ગા ગા ગા + ગા ગા લ ગા + ગા લ ગા