" જખમ સૌ ખણે છે "
( ગઝલ )
મને તો ભલા સૌ નકામો ગણે છે.
બધા એકની એક વાતો ભણે છે.
જરા પણ વિચારે ન કે કોણ છે એ;
તમારી પ્રગતિમાં ભલા હર ક્ષણે છે.
જતાવે ઘણી લાગણી હાથ મૂકી;
મટી જાય જે એ જખમ સૌ ખણે છે.
કશું ના રહે માન ત્યાં ના રહેતા;
નકામો રહ્યો આંકડો જે રણે છે.
મશીનો કરે કામ ઝડપી હવે તો;
કબીરો છતાં ચાદરો તો વણે છે.
નથી સાર Bન્દાસને સૌ કહે છે;
છતાં પણ બધો મોલ તો એ લણે છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુત્કારીબ = લ ગા ગા × ૦૪