" બોલ એ વાત "
( ગઝલ )
શું કરું હું પ્રણય થાય તો.
બોલ એ વાત સમજાય તો.
કોઈ આવે સદા ખ્વાબમાં;
આંખને એ ગમી જાય તો.
ખાસ ટકરાય છે એ નજર;
રોજ ઘાયલ નજર થાય તો.
કે થતી ના વાત પ્રેમની;
એ મને જોઈ શરમાય તો.
પૂછજે એમને પણ ભલા;
ક્યાંક Bન્દાસ દેખાય તો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
👉 ગા લ ગા × ૦૩