સાથે રહેવાની મજા છે, ગમવાની મજા છે,
મળે કોઈ તો થોડીક વાતો કરવાની મજા છે.
મુસાફીર ની મજા છે, માણવાની મજા છે,
મળે કોઈ તો ખબર-અંતર પુછવાની મજા છે.
પ્રેમ કરવાની મજા છે, એક સાથ ની મજા છે,
મળે કોઈ તો સાથે બેસવાની મજા છે.
પોતાને શોધવાની મજા છે, પામવાની મજા છે,
મળે કોઈ તો એક મહેફીલ ની મજા છે.
બસ, જીંદગી જીવવાની મજા છે.