" ખીચડી "
વાતને વાતમાં સૌ કરે ખીચડી.
સાંભળી આંખમાં તો તરે ખીચડી.
ક્યાંય વાસી ન એ હોય વાતો કદી;
હોય ગરમા ગરમ ના ઠરે ખીચડી.
રોજ લડતા રહે સાસુ વહુ સૌ બધા;
ખાસ રંધાય છે હર ઘરે ખીચડી.
બોલબાલા વધે છે બધે આજ તો;
યાદ આવે ભલા સાંભરે ખીચડી.
બોલ Bન્દાસ સૌને ગમે ખીચડી;
હોંશથી ખાય છે સૌ ધરે ખીચડી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક = ગા લ ગા × ૦૪