કવિતા તમારી લખવી છે મારે,
તમારું સુંદર મલકાતું મુખડું જોઈ,
સ્મૃતિઓ વિસરાઈ જાય છે મારી,
કવિતાના શબ્દો શોધવા મથવું છે મારે,
તમને જોઈને થઈ જાવ છું હું મંત્રમુગ્ધ,
છોડવા છે મારે મોહ માયાના બંધન,
રહે તમ ચરણોમાં અવિરત પ્રેમ મારો,
મુજ હૈયામાં આવી વસો એ જ ઈચ્છા મારી,
રહે સદા તમારો હાથ મુજ શિશ પર,
હું છું તમારા બાગનું મહેકતું ફૂલ,
મારી ભક્તિનો કરો સ્વીકાર જન્મો જનમ,
ના છુટે કદી તમારો હાથ મુજ થી,
ભલે હોય ગમેતેવી વિકટ પરિસ્થિતિ,
હું રહું સદા આપની છત્રછાયામાં,
રાખો એવી કૃપાદૃષ્ટિ તમ મુજ પર,
માં! જગદંબે આરાસુરમાં રહેનાર
અંબિકા માં................
- ત્રિવેદી ભૂમિકા