હતું એક સપનું પણ એને જોઈને મન માં મેળો જામ્યો હતો
એને દિલ ધરાઈ જાય એમ મન ભરી ને જોવાનો નેડો લાગ્યો હતો
કાજળ થી અંજયેલ આંખો શોભતી હતી ને કેળ માં કંદોરો લાગ્યો હતો
લાઈટ લિપસ્ટિક થી હોઠો માં મીઠાસ હતી..એના ચેહરા ના તેજ માં સૂરજ પણ ફિકો લાગ્યો હતો
બાંધણી ની ચમક માં સંતરા ટમટમ તા હતા ને ઘાઘરા ના ઘેર માં મેળો ઘેરાવા લાગ્યો હતો
ભીડ બૌ હતી પણ એને જોઈ શકું હું એની માટે પવન પણ મહેરબાન થવા લાગ્યો હતો
નાજુક નમણી હિરણ જેવી ચાલ જોવા મેળા માં પણ રસ્તો થવા લાગ્યો હતો
લાગતુ હતું સમય થોભી ગયો અને એણે પેહરેલ ઝાંઝર નો રણકાર થવા લાગ્યો હતો
અવાજ માં હતી મારી પ્રિય વાનગી ની મીઠાસ આ જીવ પણ એને જોવા ઘેલો થવા લાગ્યો હતો
એક પણ કમી નોહતી એના શ્રૃંગાર માં , સુશોભન માં એના પ્રકૃતિનો અપાર પ્રેમ લાગ્યો હતો
વશી ગયો એ ચેહરો આ આંખો માં કદાચ મેળો એને જોવા લાગ્યો હતો
હતું એક સપનું પણ એને જોઈને મન માં મેળો જામ્યો હતો .
(dinu kachhii)
#kavyotsav2