તારી યાદોનું ઝુંડ એટલું હાવી થઈ જાય છે
મારા વ્યક્તિત્વ પર કે ...
બાંધીને રાખેલા અશ્રુઓ વહી જાય છે
પાંપણની પાળ પરથી ... બિંદુ અનુરાગ
દુનિયાની સામે ગમે તેટલી પથ્થર દિલ દેખાવ હું પણ
મારા એકાંતમાં તારા અસ્તિત્વની ખામી મને ડગાવી જાય છે નથી રોકી શકતી એકાંતમાં મારા અશ્રુઓ
શું કરું ક્યાંથી લાવું એવી હિંમત
એવી પ્રતીતિ કે હવે તું અહીં નથી....
-Bindu _Anurag