હાથ પકડ્યો હતો જીવનભરનો જેણે,
અડધે આવ્યા ને કહી દીધું એણે;
તું જાણે..!
આત્મા ને મળવાની વાત બહુ કરી હોશ માં ,
દિલમાં ઉતર્યા હજી હમણાજ ને કહી દીધું ;
તું જાણે..!
ચૂમવા અધરને બન્યો અધીરો વેણે વેણે,
ઝૂમ્યા મન જ્યા એક થઈને ત્યાં કહી દીધું ;
તું જાણે..!
શું થયું હવે એ મિલનની બારાતનું?,
જ્યાં વાત થઈ હસ્તમેળાપની ને કહી દીધું;
તું જાણે..!
વાહ રે તારા પ્રેમ ની દુહાઈને ,
મરવા તૈયાર હતા તારા માટે ને તે જ કહી નાખ્યું ;
તું જાણે ..!
શું વાત કરું આપણા એ સંબંધની ?
આજ સુધી સમજતી હતી દુનિયા તને ,
એજ દુનિયાની મજધારે એકલી મૂકી કહી દીધું ;
તું જાણે..!
આટલો જ સાથ આપવાનો હતો આ લોક માં ?
તો શું કામ કહ્યું તું હાથ પકડીને હાથમાં ,
ચાલીશ હંમેશા તારી સાથે કદમ ભલે હોય જુદા ;
સાથ આપશે મારો કા'ન કાં તો તારો ખુદા ..!
એક થઈને વિદાય લેશું આ સંસાર માં ,
ભલે જાવું પડે અંધારી કાળી રાતમાં ..
આજે એવું તો શું થઈ ગયું કે કેહવુ પડ્યું ;
તું જાણે ..!
હજી જામ તો ખાલી થયો પણ નોહતો ને
સવાર થઈ ગઈ ,
શું આટલો જ નશો હોય છે પ્રેમ નો ?..
દોસ્ત ..
સલાહ આપવી સરળ છે લેવા કરતાં એ સાચું,
તો યે કહીશ ,
જિંદગી તમારી ને પ્રેમ પણ તમારો હશે ;
પછી કરવો ના કરવો એ ;
તું જાણે ..!
બસ ,તું જાણે ....!
# માહી.