ભલે હલેસાં તૂટ્યાં સાધો
હતાં આપણાં રૂઠ્યાં સાધો !
જળમાં નાવ નાવમાં જળ છે
કોને કોણે લૂંટ્યાં સાધો ?
ખિસ્સા જેવું હોવું આપણું
તાકેતાકા ત્રૂઠ્યા સાધો !
આવન જાવન બાવનબારા
અઢી અખશરમાં ઘૂંટ્યાં સાધો !
ખુલ્લી આંખે ભરચક લાગે
મીંચાતાં સબ ખૂટ્યાં સાધો !
બલભદ્રસિંહ રાઠોડ