રાજકારણની રંગત રમવા ચૂંટણી આવી,
મતદાન કરી ઉમેદવાર ચૂંટવા ચૂંટણી આવી.
લોક તંત્ર પર્વનાં લિલેરા તોરણ બાંધો,
યોગ્ય સરકાર ચૂંટવા ચૂંટણી આવી.
પાંચ વર્ષે આવતો તહેવાર પ્રચાર લાવે,
ભા, જ, પ, કોંગ્રેસ આપ ચૂંટવા ચૂંટણી આવી.
લૂખા વચનોની રેવડી ઉભી બઝારે વેચાશે,
સત્ય નિષ્ઠ પક્ષને ચૂંટવા ચૂંટણી આવી.
સમજી વિચારીને અમૂલ્ય મત આપજો,
અઝીઝ ઉમેદવારને ધારાસભ્ય બનાવા ચૂંટણી આવી.
-અઝીઝ