" જિંદગી "
( ગઝલ )
ના નથી રાખવી લાગણી છોડ તું.
માનજે વાત મારી, ટણી છોડ તું.
'જિંદગી પ્રેમથી મોતને ભેટશે;
ના નથી કાયમી આપણી છોડ તું'.
ધારતો ના થશે કામ પૂરા બધા;
કે ઈચ્છા કાં કરે ગાભણી છોડ તું.
તું કહે જેમ એ ના વર્તે હા કદી;
જિંદગીનો નથી તું ધણી છોડ તું.
આજ Bન્દાસ પણ રોઈ બેઠો ભલા;
કેમ તેં ઘાવ લીધો ખણી છોડ તું.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક ( ગા લ ગા × ૦૪ )