પર્ણની સફર
હવે આપણે પીળું પાન
છે ખરવાનું આવ્યું જ્ઞાન
આજ ખરીશું કે કાલ ખરીશું
ડાળથી જ્યારે છૂટી જઈશું
હળવા થઈને મુક્ત વિહરશું
ઊંચે આકાશે જઈ ઉડશું
વાદળ સાથે વાત્યું કરશું
મેઘધનુના રંગે રમશું
અંતે માટીમાં જઈ મળશું
આવ્યા જ્યાંથી ત્યાં વિરમશું
હવે આપણે પીળું પાન
છે ખરવાનું આવ્યું જ્ઞાન
માનસી મજમુંદાર