ધાર્યું ન્હોતું એવું અણધાર્યું થઈ ગ્યું,
નેણનું નિશાન ગોઝારું થઈ ગ્યું.
સામું જોઈ એવું તે મલકીને તું ગઇ,
લે આ હૈયું આજથી તારું થઈ ગ્યું.
તારાં નાજુક ટેરવાઓના સ્પર્શ્યાથી,
જો આ ઉપવન પણ હવે તારું થઈ ગ્યું.
માત્ર તારા મારી પાસે બેસવાથી,
દર્દ દિલનું બૌ બધું સારું થઈ ગ્યું.
તડકામાં કેશ સંવારે છે ત્યારે,
લાગ્યું કે દિવસે ય અંધારું થઈ ગ્યું.
તારાં હાથે પાણી મે પીધું નહીં તો,
આખું ઝરણું પણ હવે ખારું થઈ ગ્યું.
વિજય જાદવ