*તુલસી વિવાહ* ૧૦-૧૧-૨૦૨૨
આંગણે આનંદ થયો દેતાં સૌ વધામણી રે,
તુલસી વિવાહ નો રૂડો અવસર આવ્યો;
ભાવિક ભક્તો દેતાં સૌ વધામણી રે..
કૃષ્ણ એ કૃપા કરી ત્યારે આંગણે અવસર આવ્યો રે.
હરખનાં હિલ્લોળા ચઢ્યા..
અવસર રૂડો આવ્યો રે.
વધામણી રે.. વધામણી રે..
દેતાં સૌ વધામણી રે..
શાલીગ્રામ ને તુલસી જી નાં
આજે વિવાહ થાય રે
ભકતો હરખાઈને લેતાં ઓવારણાં રે..
તુલસી વિવાહ નો અનેરો આનંદ માણે રે,
કેવો સુંદર અવસર રે.
આનંદ છાયો રૂડો આજે,
અવસર તુલસી વિવાહ નો આવ્યો રે.
ભાવના સૌ દેતા દિલથી વધામણી રે
સૌ વડીલોનાં સહકાર થકી,
રંગેચંગે અવસર ઉજવાય રે;
તુલસી વિવાહ નો રૂડો આનંદ રે...
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ..*
➖〰️➖〰️➖〰️➖〰️➖