ઉઠ નહીં પણ જાગ જાદવા,
તું મેળવ તારો તાગ જાદવા.
જીવતર છે મેદાન જંગનું,
તું ના છોડી ભાગ જાદવા.
તું જ તારો પ્રેરક - ઉદ્ધારક,
બીજા કને ના માગ જાદવા.
ભીતરમાં અજવાળું કરવાં,
ચાંપ તું ખુદને આગ જાદવા.
તું જ જીવ ને શિવ પણ તું છે,
છેડ અલખનો રાગ જાદવા.
- દેવેન્દ્ર ભીમડા "અભિદેવ"