*શીર્ષક:-* ભેદ ભરમ
ઉપવનનાં કલંકને પાનખરનું નામ આપ્યું છે,
ચાંદમાં કલંક ભાળી ખડકનું નામ આપ્યું છે.
પ્રેમમાં પાગલ બની લાગણીને નોચોવી છે,
ઇશ્વર ભલું કરે પરિવારને કલંક આપ્યું છે.
કરી લીધું સમાધાન મૌનનું શસ્ત્ર ઉગામ્યુ છે,
કલંકિત ચાંદનીને અહીં બહુ માન મળે છે.
સ્થિતપ્રજ્ઞ છે કિનારો હોડ લાગી છે હોડીની,
લાગણી લહેરની આવન જાવન રાખી છે.
વસંતના ટહુકે કાગડાને છેતરી જાય છે કોયલ,
કોયલના ટહુકાને ભરપૂર સન્માન આપ્યું છે.
✍🏼યોગેશ વ્યાસ