શીર્ષક:- ખોટું સરનામું
માણસ મળે છે આ જગમાં ઘણાં,
સમજો આ તદ્દન ખોટું સરનામું છે.
જમી શકે ઘરના સૌ કોઈ સંગાથમાં,
ચોક્કસ ગણી શકો આખું ભાણું છે.
સમયસર અગર રહી શકો હર કાર્યે,
આ જીવતર પછી અવસર ટાણું છે.
ગણતા રહો દોષો કાયમ હર કોઈના,
ગણિત તમારું ચોક્કસપણે કાણું છે.
સમયની સાથે ચાલી શકે જે જગમાં,
એ જ માણસ અહીં કાયમ શાણું છે.
રચના: "નીલ "