શીર્ષક: તો આવજે
સમયસર અવાય તો આવજે,
ને સંબંધ સચવાય તો આવજે.
ખાલી કડવું સત્ય જ જાણું છું,
પૂરે પૂરું પચાવાય તો આવજે.
પરિવર્તન કાયમી ગમતું રહે છે,
રોજ બદલી શકાય તો આવજે.
નિરંતર ને કાયમી નથી કોઇપણ,
માટે પરપોટો થવાય તો આવજે.
આજ અહીંયા તો કાલ બીજે છું,
યાયાવર જો બનાય તો આવજે.
રચના: "નીલ "