Gujarati Quote in Funny by Bhumika Vyas

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડું હસી લઈએ: 😆😂

1) મારી દોસ્ત તરીકે સલાહ...

જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો...

અને પહેરીને બહાર જતા રહો...

બાકી તમે જે વિચાર્યું, એના માટે તો હિમ્મત જોઈએ...
😆

2) પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ...
ઑફિસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ
ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું...
😆

3) પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને જો, કેટલી હોશિયાર છે !
પણ હવે ઘરનાને કોણ સમજાવે કે એને જોવામાં જ ઓછા માર્ક્સ આવ્યા છે...
😆

4) સાસુ : વહુ બેટા, આખું રસોડું ફેંદી નાખ્યું પણ વેલણ જડતું નથી.

વહુ : તમારા દિકરાને પૂછો, ક્યાંક સંતાડ્યુ હશે...

સાસુ : તો ઠીક, મને તો તારા સસરા ઉપર વહેમ હતો...
😆

5) ગામમાં વિદેશથી ભુરીયા આવ્યા...

દરવાજે લીંબુ મરચાં લટકતા જોઇને બોલ્યા :"What is this?"
રઘો : ઇ એન્ટી વાયરસ છે.
મેડ ઇન ઇન્ડીયા !
😆

6) પત્ની : જયારે હું લગ્ન કરીને આવી હતી ત્યારે તો ઘરમાં બહુ મચ્છર હતા...અત્યારે બિલકુલ મચ્છર નથી...એવું કેમ???

પતિ : આપણા લગ્ન થયા પછી મચ્છરોએ એવું કહીને આ ઘર છોડી દીધું કે હવે તો પરમેનેન્ટ લોહી પીવા વાળી આવી ગઈ છે...એટલે અમારા માટે તો બચશે જ નહીં.

-દીધું છૂટું વેલણ..
😆

7) વાઇફના ગાલ પર ગુલાબનું ફુલ મારશો તો...👇🏽

ઇંગ્લીશ વાઇફ :" યુ આર સો નોટી" ...

પંજાબી વાઇફ : " તુસ્સી વડડે રોમેનટીક હોજી" ...

ગુજરાતી વાઇફ : " શું ગાંડાવેડા કરો છો ?
ગધેડા જેવા ...
આંખમાં વાઈગુ હોત તો...???
😆

Gujarati Funny by Bhumika Vyas : 111843101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now