કોઈ મિત્રએ પૂછેલું કે પગમાં સુતા ભેગો અસહ્ય દુખાવો થાય છે એનો ઉપાય?
યોગની દૃષ્ટિએ ઉપાય બતાવું છું.
પગ પીઠ ભેર સુઈ પહેલાં એક એક પછી બે સાથે ઊંચા 30 અંશ કરો અને 30 સેકંડ રહો. પવન મૂકતાં કહે છે એમ પગને ઘૂંટણ વાળી સાથળો છાતી સાથે અડાડો, દસેક સેકંડ. ફાવે તો એક સારી યોગ ક્રિયા વિપરીત કરણી છે. દીવાલ પાસે બે હાથ પહોળા કરી સુઓ અને બે પગ ઊંચા કરી દીવાલને ટેકે રાખો. થાય એટલું. પગ અને શરીર પહેલાં ખેંચી પછી ઢીલું મૂકી આંખો બંધ કરી પગના પંજા, પિંડીઓ, ગોઠણ, સાથળ ઢીલાં થાય છે તે જુઓ. સૂતી વખતે પગ પર ચાદર મૂકી રાખો.