આવી રે ચુંટણીની મોસમ ને ચડ્યાં ઢોલ,
વેપારી બની નીકડી પડશે કહેશે અનેક બોલ.
આ પાર્ટીમાં જોડાવો તે પાર્ટીમાં જોડવા થસે મોલ,
ધર્મના નામે તો કોઈ કર્મના નામે ત્રાજવે કહેશે તોલ.
જીત ની હરિફાઈમાં ભાઈ ભાઈ ની કરશે છોલ,
મતદારોને રિઝવવા એક બીજાની ખોલશે પોલ.
ક્યાંક સત્ય માટે લડશે ક્યાંક રચાશે પ્રપંચના ખેલ,
ચુંટણી લડવા ઘણાં આવ્યા હશે ખોલીને જેલ.
એક એક વોટ માટે ન જાણે કેટલુંએ બાળશે તેલ,
મીટીંગો કરી જમાડશે પાવભાજી રોટી, ને ભેલ.
કહે નર લોકશાહીનું પવિત્ર પર્વ તું તારી ફરજ ન તું ભૂલ,
વિચારીને કરજો મતદાન નહીં તો પાંચ વર્ષ નડશે શૂલ.
નારાણજી જાડેજા
નર