દુર છે તું, પાસે હોવાનો અહેસાસ
છતાં એક મુલાકાત કરવી છે
આપડી એ મીઠી મધુરી યાદોની
એક કબુલાત કરવી છે
પતઝડમાં મળ્યા પાનખરની જેમ
ડાળીએ થી ભલે વિદાય કરવી છે
પ્રેમના કુપણ ખીલ્યાં વસંતમાં
એક નવી શરૂઆત કરવી છે
ઝાંઝવાનાં જળમાં ખોબા ભરી
નદીઓની સંગમ કરવી છે
પ્રીતમનાં હેતને હૈયામાં ભરી
સાગરને ગાગર કરવી છે
-ક્રિશ્વી