મચ્છુ તારા વહેતા પાણી,
મોરબી તારા લાલુડા પાણી,
ડેમ છલકંતો પાણી-પાણી,
પુલ તૂટંતો કાળુડે પાણી,
માનવદેહે લાશો ઢાળી,
યમરાજે તો સ્વર્ગે તાણી,
કુદરતની છે ક્રૂરી વાણી,
આક્રંદ છે ધરતીનો ભારી,
બરબાદીની બાકસ ચંપાણી,
બગડ્યુ એલી તારું પાણી,
લીલુડા લૂગડે મનેય તાણી,
સુમન ના અર્પો ખાલી-ખાલી...
"વૈશાલી"
#shradhanjali