તું છે ને...
જે હજી ય એક નવી જ દુનિયામાં મને લઈ જાય છે.
તું છે ને...જેને વિશે વિચારતા જ સમય જાણે રોકાઈ જાય છે.
તારું એક સ્મિત, જેના પર હું છું પહેલાથી જ ફિદા.
તારી એ આંખો, જેમાં મને જોઈને નાં જોવાની અદા.
તું છે ને...જેના સાથે ફરવાનાં બહાનાં હજી શોધાઈ જાય છે.
તું છે ને...જેના નાં કહેલા શબ્દો પણ હજી સંભળાઈ જાય છે.
તારી એ સાદગી, જે હજી મારું દિલ ચોરી જાય છે.
તારી એ વાતો, જે યાદ આવતા મન ખુશ થાય છે.
તું છે ને...જેને મળીને લાગે છે કે સપના પણ સાચા થાય છે.
તું છે ને...જેના એક સ્પર્શથી હજીય ધબકારા વધી જાય છે.
-તેજસ