લલચાવીને પાસે બોલાવ્યા,
આ મચ્છુએ ફરી રડાવ્યા.
બાળકોને ખેંચ્યાં, મોટેરાને ખેંચ્યા,
એ રીતે જીવ મોતને ભેટયા;
એ સૌને નિજમાં સમાવ્યા,
આ મચ્છુએ ફરી રડાવ્યા.
જાણે વિકરાળ મુખને ખોલ્યું,
'એ ગયા, એ ગયા' જોનાર બોલ્યું;
એ લાશોને શોધવામાં ઘણાને હંફાવ્યા,
આ મચ્છુએ ફરી રડાવ્યા.
હશે શ્રાપ એને ગોઝારી થવાનો,
તો કેમ એનો વાંક કાઢવાનો;
છતાંયે એણે ખૂબ છે હંફાવ્યા,
આ મચ્છુએ ફરી રડાવ્યા.