" મતલબ "
( ગઝલ )
બસ હું મતલબ રાખતો કામથી.
ના નથી કો' કામ તો રામથી.
બોલ, પીધો મય ન મેં સ્હેજ પણ;
તોય, જો ચઢતો નશો જામથી.
ડર ન લાગે કોઇનો પ્રેમમાં;
આજ બીતો ના જરા ગામથી.
'કોઈ પથરો ના કદી મારતા;
થાય ઓછી ના શ્રદ્ધા ધામથી.'
આજ હું લખતો ગયો છું ગઝલ;
શાયરી Bન્દાસના નામથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
બંધારણ : ગા લ ગા ગા, ગા લ ગા ગા, લ ગા.