હરેકૃષ્ણ મંદિર, ભાડજ. 2020 માં મુલાકાત લીધેલી તે પછી ધરમૂળ થી બદલાઈ ગયું છે.
મોટું મેદાન કાર પાર્કિંગ માટે, આજે તો લોકોને વિષ્ણુ તિલક કરતા સેવક, દીપમાળ, મોટી લોનમા વિશાળ લાઈનોમાં ખાવા પીવા ના સ્ટોલ જેમાં ઢોસા, પાણીપુરી, બટેટાં વડા, છોલે પૂરી, રબડી, લસ્સી અને ઘણી વેરાયટી હતી. ઊભીને ખાવા ટેબલો હતાં, થોડે થોડે અંતરે કચરા પેટીઓ અને સતત સફાઈ કરતા કામદારો, સરસ પ્લે એરિયા માં બાળકો માટે સ્લાઇડ, ચકડોળો, હિંચકા વગેરે હતું .
એક ધાર્મિક વિડિયો શો 15 મિનિટનો પણ જોયો. ગીતાજી નાં જીવનમાં મહત્વ વિશે .
પૌત્ર પૌત્રી ને ત્યાં રમાડી એ સ્ટોલ્સ માંથી જ ઢોસા, છોલે પૂરી વગેરે ડીનર કરી લીધું.
મહેલ જેવાં મંદિર પર રોશની પણ હતી.
એક સાંજ દર્શન સાથે પિકનિક મનાવવા જેવું.
હવે છેક સુધી સરસ ટુ ટ્રેક પાકો રસ્તો છે. શહેરી વસ્તી ત્યાં સુધી પહોંચી ગઈ છે.