એક અંગત મિત્રએ કહ્યું તમે ખૂબ સમૃદ્ધ છો,
હા વાત તો સાચી છે, મારી પાસે સોનેરી સવાર નો સોનેરી સૂર્ય છે, પંખીઓનો મીઠો ટહુકાર છે, વિશાળ સમુદ્ર છે, વહેતા ઝરણાઓ છે, પહાડ છે, કોતરો છે, ખળ ખળ વહેતી નદીઓ છે, તરસ્યા માટે માટલારૂપી આત્માને ઠારતું જળ છે, આમ હું કુદરત થી સમૃદ્ધ છું.
_જતિન.