" જરા ધ્યાન રાખજે "
( ગઝલ )
'ફાટતી જાય છે જો જવાની, જરા ધ્યાન રાખજે.
કે નજર કોઈની પણ જવાની, જરા ધ્યાન રાખજે.'
હું પડી જો ગયો પ્રેમમાં, ત્યારથી ગઈ મજા બધી;
ના થતી જો અસર કો' દવાની, જરા ધ્યાન રાખજે.
આવતા જાય છે લોક, પાછળ બધા આજે હવે;
જિંદગી લાગતી હા મજાની, જરા ધ્યાન રાખજે.
ચાલ ને ગાલ તો જો ગમે, આજ સૌને હંમેશ કે;
જાય છે જો નજર તો બધાની, જરા ધ્યાન રાખજે.
તું બચીને રહી નહિ શકે, પ્રેમ Bન્દાસથી થશે;
પ્રેમની એ અસર તો થવાની, જરા ધ્યાન રાખજે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
બંધારણ : ગા લ ગા × ૦૫ + લ ગા