હેપ્પી બર્થ ડે
__________
જીવન ની હરેક ડાળ પર સુખ સદા કલરવ કરતુ રહે,
દુખ સદા પાનખર બની ખરતુ રહે,
જીદગી ના હરેક રંગો ખુશબુ બની મહેકતા રહે,
જીવન ના પાંદડા ખુશી નો શ્વાસ લેતા રહે,
પવન ની લહેરખી ઓ મંગલ ગીતો ગાતી રહે.
ફરજ અને કર્તવ્ય ના મૂળ ઉડા ઉતરતા રહે,
અને પ્રગતિ આસમાન ને અડતી રહે.
જન્મ દિન મુબારક તમને, સફળતા સદા વહેતી રહે.
જયવંત બગડીયા /કવિરાજ