" શાંત સ્વભાવ "
( ગઝલ )
ધારતો હોય જે, એવું ના પણ બને.
રોપતો હોય તું બાગ, ને રણ બને.
'જોઈ લેવી તને, મન ભરી એકલી;
ખાસ હા એક, ગમતી ક્ષણ બને.'
જો પ્રયાસો બધા, છું થતા જાય છે;
કે નિસાસા જ ઢગલો, બની મણ બને.
ધ્યાનથી કાન હું, માંડતો જાઉં છું;
પ્રેમની વાત જો, એક બે ત્રણ બને.
શાંત સ્વભાવનો, ના મળે માનવી;
રોજ Bન્દાસ જેવો, ભલા જણ બને.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક ( ગા લ ગા × ૦૪ )