Gujarati Quote in Blog by SUNIL VADADLIYA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બે ડોબા બારમાં ધોરણમાં અભ્યાસ કરી આઈ.ટી.આઈ કરવા જાય .બન્ને ખૂબ નજીક ના મિત્રો એક રાહુલ અને બીજો વિવેક બન્ને જણ ફિટર કરતા રોજ નડિયાદની બસ માં અપડાઉનમાં મસ્તી મજાક કરતા જતા . તે બસમાં એક શાળાના શિક્ષિકાબેન અનામિકા જતી .

સમય જતા આ બન્ને મિત્રોની અનામિકા પણ મિત્ર બની બસમાં સાથે જવુ આવવું હસવું ગમત કરવી ચાલતું . એમાં થોડા નિકટ આવ્યા સમય જતા એકબીજા ના મોબાઈલ પર કોલ કરવો, વોટ્સએપ બધું ચાલ્યું.

એકવાર મજાકમાં રાહુલને તેના મિત્ર વિવેક કહે મન હે કે માનતા નહિ મજબૂરી કોઈ જાનતા નહિ! રાહુલ કે શુ થયું લ્યા કેમ આમ બોલે છું કહે કઈ સમજાય એમ અને વિવેક કહે રાહુલ તું તો બોવ શાણો ...હો...હો ..

વિવેક તું તો મેડમના પ્રેમમાં પડ્યો અને તેજ દિવસ થી રાહુલભાઈ તો પડ્યા . પણ પ્રસ્તાવ રાખે કેમના આ બધું ચાલ્યું . રોજ વિવેક મેણા મારે બોસ પટાઇ શિક્ષિકા ..મેડમમાં થી ભાભી ક્યારે બનશે...

વિવેક રોજ રાહુલને ઉશ્કેરે કર પ્રપોઝ કર પણ આ ભાઈ ની બતી ફાટે નહિ રોજ પેલો 'મરીઝ'નો શેર બોલે...

"એક ટકો કાફી છે પૂરતો છે મોહાબબતમાં
બાકી નવાણું ખર્ચી નાખ તારી મેહનતમાં "
"મરીઝ"

અને રાહુલ પણ વિચારમાં હતો ને વિવેકે આઈડિયા આલ્યો જો કશું કરવાનું નહિ .વેલેન્ટાઈન ડે આવશે ફેબ્રુઆરીમાં ની 14મી તારીખે લાલ ગુલાબ આલો એટલે પત્યું....અને રાહુલ તો હાભરીને જ અંદર ને અંદર લાલગોટા જેવો થઈ ગયો


અને 14ફેબ્રુઆરીએ ગુલાબ લઈને ગયો . બસમાં એજ દિવસે મેડમ નોહતી .એનું તો દિલ તૂટી ગયું . ટિફિનના ખાધું મિત્રો ઉડાવતા ખાઈ ગયા ..
જેમનો તેમનો દિવસ ગયો ઘર તરફ જવા રવાના થયા


નડિયાદ બસસ્ટેશને આયી બસની રાહ જોતો હતો એટલામાં પાછળથી બસ આવી. જોયું તો એમાં અનામિકામેમ હતી . રાહુલે જુસ્સા સાથે સ્મિત આપ્યું અને વિવેક કે પતાઈ દે આજે હિંમત કરી બેગમાંથી
સવારનું ચીમરય ગયેલું ગુલાબ કાઢ્યું અને બસની બારીએ જઈ કેમ છો મેડમ કહી કે. હેપી વેલેન્ટાઈન અને ગુલાબ ધર્યું ..મેડમે સ્મિત આપી કહે જો ભાઈ મારા ફિયાન્સ.......સારું દશ રૂપિયાનું લાયો એમ કહી રાહુલ ઉભો ઉભો ગુલાબ ખાઈ ગ્યો..

આજુ બાજુ બધા જોઈ રહેલા હસ્યાં અને બન્ને ડોબા બસમાં ચઢી ગયા આજે ધમાલ ન કરી કોઈ અફસોસ નહોતો ...

....શરૂ થયા પેલા બ્રેકપ..

Gujarati Blog by SUNIL VADADLIYA : 111840031
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now