#દિવાળી
પાવન પગલે પરમેશ્વરના,દિવાળી ઉજવી મેં આજ, પ્રાચીનીમાં પાંગરેલી પ્રિતને,હોંશેથી બોલાવી છે હાલ
તેજોમય લિજ્જતને લળી-લળી લૂંટવા,
અંધારનો ઓછાયો ચીતરાવ્યો આજ,
સીરીઝોની સેનાથી સુકાની જ્યાં સજ્જ,
ઓગળેલા અંધકારને હરાવ્યો મેં આજ.
પાવન પગલે...
રંગોળીના 'રંજ'ની રંગીન એ માયા,
શાણે વિસરાતી જતી આજ,
ફટાકડાના ફંદાની ફાંકડ આ કાયા,
ફૂટાફૂટ થાતી આમ આજ.
પાવન પગલે...
મહેંક મઠિયાની રુડી,
રિસાઇ છે રસોડાથી આજ,
મોટ-મોટી હાટડીએ,
મઠિયાને શું જકડ્યા છે આમ?
પાવન પગલે...
નાસ્તાની ખુશ્બુનો નવોનક્કોર ખજાનો,
ખુલ્લો મૂક્યો છે અમે આજ,
રોશનીની રજવાડી રંગતમાં,
રસ્તાઓય શું ભરચક છે આમ.
પાવન પગલે...
સાથિયાની સુખરુપ સવારી છે આવી,
તારોતાજા તોરણની સાથ,
કંકુના કાળજામાં ખૂબ જ ઉગ્યા છે,
શુકનના પગલાં કૈંક આજ,
પાવન પગલે...