" ફરિયાદ "
સરિતાએ સાગરને કીધી ફરિયાદ,
તારી ભરતી ને ઓટમાં મારું દિલ ભટકે છે,
તું મને ફરી ક્યારે,પાડશે એ મીઠો રંગીલો સાદ,
તારી મબલક ખારાશમાં મારી મીઠાશ આળોટે છે,
સરિતાએ...
મળવા આવવાનો હવે, કર કંઇક ઘેઘૂર ધૂધવાટ,
તારા ચંચળ એ મોજામાં મારા ચરણ ચહેકે છે,
સરિતાએ...
મેઘનું આગમન, છે તારી ઝંખનાનો પરસાદ,
તારી વધ - ઘટની વંઢી પર મારી નાવ લાંગરે છે ,
સરિતાએ...
પવનની થાપટ, છે ચીરતી તારા દલડાની ધાર,
ભરતીની ભરમારે લપાયેલી લીલ મને ખૂબ ખટકે છે
સરિતાએ...
"વૈશાલી"