"જુગલબંદી"
કર્મોની ખાણમાં નાખ્યું તું ખાતર મેં પ્રેમનું,
શું ખબર કે વધતું જશે નીંદામણ એ નફરતનું,
કરી કાતરથી કાપવાની કોશિષ મેં ઘાસને,
શું ખબર કે કપાઇ જાશે આંગળી જ તાકડે,
ખાતરનો ખળભળાટ ખૂબ મચ્યો તો એ સાંજે,
આંગળી કપાયાનો એ ડાઘ લાગ્યો તો એને,
જખ્મોની જુગલબંદીથી ઉગ્યું તું પુષ્પ એક લાલ,
જાણે એની જ લાલપથી દિલ ધડકી રહ્યું આજ...
"વૈશાલી"