દરિયો છું હું મોજાઓથી ભરેલો
નદી તારા ઠહેરાવમાં મને રહેવા દઈશ?
દરિયો છું હું મારા ગુસ્સા અને જુસ્સા ભરેલો
નદી તારા વહેણમાં મને વહેવા દઈશ?
દરિયો છું હું જીવનના કંઈક તોફાનોથી ભરેલો
નદી તારી શાંતીમાં મને વહેવા દઈશ?
દરિયો છું હું ખારો ખારો ઉસથી ભરેલો
નદી તારા મીઠા પાણીમાં વહેવા દઈશ?
સમાતી આવી છે વરસોથી તું મારી લહેરોમાં
આજે મને તારા વહેણ સાથે વહેવા દઈશ?
અંતમાં,
દરિયો છું હું તો તારા જ પ્રેમથી ભરેલો
નદી આજ મને એકવાર તારા પ્રેમમાં ડુબવા દઈશ?
આજે તો પૂછી લીધું દરિયાએ નદીને તારી સાથે મને વહેવા દઈશ?
યોગી
-Dave Yogita