કેટલાય વરસો આપણા ક્યાં સરી પડ્યા.. જાણે આંખ ના પલકારામાં વરસો ખરી પડ્યા…હે ને????
હજુય એમ થાય છે કે ક્યા મેં જાણ્યો જ છે તને,
વરસો વિત્યા છતાં તૃષ્ણા હજી એમ ની એમ જ રહી છે મારી...
તું માણસ છે કે મૃગજળ ?ધરાતી જ નથી તારા થી જાડીયા.....
ઘણીય વાતો છે અધૂરી,
ઘણીય સંવેદનાઓ પણ અધૂરી,
હજી તો મિલનની ઘડીઓ પણ અધુરી છે ને!!
તને સમય જ ક્યાં મળે છે??
ખરું કવું તો...
તને અને મને બંનેને.....
તારા સાથે નો દરેક દિવસ હોય કે એક એક ક્ષણ હોય …બધી મારા માટે તો જીવનની અનમોલ પળો છે....
જેને મેં માવજત થી સંભાળેલી છે..
હજુતો તારી સંગાથે થોડુ જીવવું છે મને,
હજુ બાકી છે મુલાકાતોનો સિલસિલો,
હજુ તો તારી આગોશમાં વાતો કરતા રાત વિતાવવી છે ..
બહુ નાનું જીવન છે જાડીયા....
રહેજે તું અહીં જ ...
બસ મારી જ પાસે ....
જાડુ....તને જીવન ના એક એક શ્વાસમાં ઝંખું છું...
મારી ઝંખના હંમેશા જીવંત રહેશે ❤️