*મા રાજી રહે* ૧૦-૯-૨૦૨૨
મા રાજી રહે તે કરવું, બીજું છોડી દેવું,
મા ને સુખ ગણવું,નિજ દુઃખ ભૂલી જવું
મા રાજી રહે એમ કરવું, બાકી બીજું છોડી દેવું,
એને ગમે મૂંગા પશુઓની માવજત કરવી, બાકી સ્વાર્થ ત્યજી દેવુ.
ચેહર મા રીઝે એમ કરવું, બાકી બીજું બધું છોડી દેવું,
એને ગમે છે વહેંચીને ખાવું, ન્યાયથી જીવન જીવવું.
ચેહર મા ખુશ થાય એમ કરવું, બાકી બીજું બધું છોડી દેવું,
એને ગમે છે એક થઈ રહો, તો નિંદારસ છોડી દેવું.
ચેહર મા હરખાઈ જાય એવું કરવું, બાકી બીજું છોડી દેવું,
એને ગમે છે કુવાસીઓ ની ખુશી, ખોટી પંચાત છોડી દેવું.
*કોપી આરક્ષિત* *©️*
*ભાવના ભટ્ટ અમદાવાદ...*
➖〰️➖〰️➖〰️➖〰️➖