જ્યારે જીંદગી એક બોજ લાગે ત્યારે સમજી જવાનું મનોમન,
ક્યારેક ઠરી જવામાં મજા છે,તો કયારેક ખરી જવામાં મજા છે.
હોઠ સુધી આવેલા શબ્દો પણ ઠરી જાય છે લાચાર ચહેરા સામે,
ક્યારેક વળી જવામાં મજા છે,તો કયારેક ગળી જવામાં મજા છે.
કિનારે બેસી રહેવા થી મોજ સમુંદર ની માણી શકાતી નથી કદી,
ક્યારેક ડૂબી જવામાં મજા છે,તો કયારેક તરી જવામાં મજા છે.
જિંદગી એવી જીવો કે કોઈ અફસોસ રહે નહી આયખામાં મિત્ર,
ક્યારેક જીવી જવામાં મજા છે,તો કયારેક મરી જવામાં મજા છે.
✍️Nirmal Rathod
Coordinator of Gyan Munch