Pitru Prem Pitru Vaatsalya 🌷🌹💐🙏🏻🙏🏻🙏🏻Part 4
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’ એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો રામાયણના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે રામાયણને હોઠે લગાડ્યું. એજ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક
નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના
પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાનાપિતાજીની છબી સામે જોતો રહ્યો.
ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કેઆપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું.
બસ ! એટલું જ !!
માતાપિતાનું સન્માન કરો.
ફરી એક વાર મિત્રો, આ પોસ્ટને બને એટલી શેર કરો જેથી કોઈ રાહ ભૂલેલો નવ યુવાન એના માતાપિતાને પાછો મળે. કોઈ નવયુવાન રાહ ભટકતો અટકે.. || હરી ૐ ||