Gujarati Quote in Poem by મહેશ ઠાકર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જરા ધ્યાન રાખજો.!

ચર્ચા છે ચારેકોર, જરા ધ્યાન રાખજો !
ઘુવડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો !

કુંફાડશે બધે જ પ્રલોભનના અજગરો
છે ચુંટણીનો દોર, જરા ધ્યાન રાખજો!

રઘવાયા થઈ ફરે છે બધા લોકસેવકો !
જાણે કે ભુખ્યા ઢોર, જરા ધ્યાન રાખજો !

ઘરડા-ઘરે જ શોભે જે એવા વડીલ પણ
મારી રહ્યા છે જોર, જરા ધ્યાન રાખજો !

જે દેખવામાં લાગે છે ભોળાં કબુતરો
મારી ન જાય ન્હોર, જરા ધ્યાન રાખજો !

આવી ગયા છે ગેલમાં ચમચાઓ પણ તમામ
છે કંઈ અજબનો તોર, જરા ધ્યાન રાખજો !

સેવક નથી કે આ તો છે સત્તાના ભીક્ષુકો
નઘરોળ ને નઠોર, જરા ધ્યાન રાખજો !

ચેતો કે ચેતવે છે બટણ લાલ રંગનું
ફાવે ન ધુર્ત-ચોર, જરા ધ્યાન રાખજો !

ગજવે છે મંત્ર ખુબ મુસાફીર વીકાસનાં -
ખોદે ન એ જ ઘોર, જરા ધ્યાન રાખજો !

- મુસાફિર પાલનપુરી

Gujarati Poem by મહેશ ઠાકર : 111831215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now