અંતરના આત્માને શાંત રાખો,
જીવન તમારું પરમાર્થ રાખો!
ડૂબતી વેળાએ તરવૈયો બનો?
બસને! જંગ ખેડવા જાંક રાખો!
દર્પણ ની છબી આબેહૂબ જાણો,
સારી વાણી? ના કટાક્ષ રાખો !
દશમાં ઝીરોને, એક બાદ રાખો!
જડબેસલાક જવાની કાબુમાં રાખો!
જીભ ને થોડો વિરામ આપો,
સંબંધના છોડને હુંફ આપો.
તીક્ષ્ણ હથિયારો સીધા જ બેસાડો,
પાછળ એવા જ મોં પર પણ બનો.
રાજનીતિમાં ભલે કાળીના એક્કા હો,
જોકર અકાળે રમાડી જાશે જો જો!
સરફીરા બનીને ક્યાં આટા મારો?
આટા ના ક્યારેક થોડા છાંટા તો છોડો!
શંભુ શંભુ હાલ્યું એક મહિનો બધે!
શ્રદ્ધા છે! તો બારેમાસ રાખો!
ઉત્તર દખ્ખણ પૂર્વ પશ્ચિમ!
વળવાનો એક વળાંક રાખો!
પંચાત કરી કરીને આખાય ગામની,
ક્યારેક તમારુંય અંદરખાનું તપાસો!
ક્યારેક ભૂલથી કહેવાય જાય છે મારે!
તો "બિચ્છું" માફી માગવાની એ તાકાત રાખો.
~NRS