વિશ્વાસ છે ! તો ચાહતનાં પુરાવા ન માંગ,
ભીંજાયું છે મન, તું આંસુનાં પુરાવા ન માંગ.
આવ્યું જ છે પરિણામ તો સ્વીકારી લે હવે,
લેવાતી જીવતરની પરીક્ષાનાં પુરાવા ન માંગ.
વાદળોને'ય છે હવે તો વરસવાની ઉતાવળ ,
પ્રતીક્ષારત ચાતકની પ્યાસનાં પુરાવા ન માંગ.
શ્વાશો ચાલે છે,કોકની તો ગોઠવણી હશે ને!
વારે વારે ઈશ્વરની મોજુદગીના પુરાવા ન માંગ.
આવડી પૃથ્વી પર મળવાનું કોઈ કારણ હશે !
તકદીરે લખેલી પ્રેમગાઠાનાં પુરાવા ન માંગ.
મારા હર્દયમાં કોતરી લીધું છે મેં નામ તારું,
શોધી મહેંદીમાં, સ્નેહબંધનનાં પુરાવા ન માંગ.
હું તો આમ જ કરતી રહીશ તને અબોલ પ્રેમ,
પારખાં કરી કરી , મારાં પ્રેમનાં પુરાવા ન માંગ.
✍️ સરગમ
-Priyanka Chauhan